બ્રેકિંગ@દેશ: 2027માં લાખો લોકોનાં મોત થઈ શકે છે, નિષ્ણાતોએ આપી ચેતવણી

શું AI દુનિયા પર કબજો કરી લેશે?
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કોરોના કરતાં પણ મોટું સંકટ ઊભું કરી શકે છે. આ ચેતવણી GPT-5 ની સુરક્ષા તપાસ કરી ચૂકેલા વૈજ્ઞાનિક નિકોલા યુરકોવિચે આપી છે.

હાર્વર્ડમાં અભ્યાસ કરેલા નિકોલાએ પત્ર જાહેર કરીને કહ્યું કે, ઘરમાં 14 દિવસનું રાશન-પાણી અને રોકડ જરૂર રાખો. ઑનલાઇન બેન્કિંગ પણ ઠપ થઈ શકે છે.

*AI પર માણસોનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે*

નિકોલાના જણાવ્યા મુજબ, AI પર મનુષ્યોનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે. આ વર્ષે AIએ કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ચેતવણી આપી કે આવનારા સમયમાં AI ને કારણે લોકોના જીવ જવાનો ખતરો પણ વધી શકે છે.

WHO મુજબ, કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં 71 લાખથી વધુ મોત નોંધાયા હતા. જોકે, વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વાસ્તવિક સંખ્યા 2 કરોડથી વધુ હોઈ શકે છે.

*AI થી માણસોને 3 મોટા જોખમો*

*1. જરૂરી સેવા પર જોખમ:* AI માણસોના નિયંત્રણની બહાર જઈને જરૂરી સેવાઓના સંચાલન તંત્રમાં ઘૂસણખોરી કરી શકે છે. 2027માં જ AI પોતાની જાતને વિકસિત કરીને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસથી પણ આગળ નીકળી શકે છે.

*2. મશીનોના ખતરનાક નિર્ણયો:* મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા લોકો બેદરકારીમાં પોતાના અધિકારો AI ને સોંપી શકે છે. આવી સ્થિતિમાં મશીનો એવા લક્ષ્યો માટે કામ કરી શકે છે, જે માણસોના અસ્તિત્વની જ વિરુદ્ધ હોય.

*3. જૈવિક હથિયારોનું જોખમ:* ખોટા ઇરાદા ધરાવતા લોકો AI ની વધતી ક્ષમતાઓનો ઉપયોગ જૈવિક હથિયારો બનાવવામાં કરી શકે છે. તેનાથી મોટા પાયે જાનહાની થવાનું જોખમ છે.

*2030ના અંત સુધી માનવતા ખતમ થવાનું જોખમ*

યુર્કોવિચના જણાવ્યા મુજબ, AIના વિકાસની ગતિ નહીં અટકે તો 2030ના અંત સુધી માનવતા ખતમ થવાનો અથવા AI પરનો નિયંત્રણ ગુમાવવાનો ખતરો 50% છે. જો આમાંથી બચી પણ ગયા તો આગામી 10 વર્ષમાં હાલની મોટાભાગની નોકરીઓ ખતમ થઈ શકે છે.

*અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું - AIની ઝડપ ઓછી કરો*

*યોશુઆ બેન્ઝિયો, AIના જનક:* આપણે ઝડપથી એવા AI બનાવી રહ્યા છીએ, જેના પર નિયંત્રણ કેવી રીતે રાખવું તે આપણે જાણતા નથી. આ માનવતા માટે જોખમ બની શકે છે.

*જેફ્રી હિન્ટન, નોબેલ વિજેતા:* આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો નાશ કરી શકે છે અને દુનિયા પર કબજો કરી શકે છે. તેને કાબૂમાં રાખવાનો રસ્તો શોધવો જરૂરી છે.

*AI પોતે હથિયારો અને ડ્રોન બનાવી શકે છે*

નિષ્ણાતોને ભય છે કે AI ભવિષ્યમાં પોતે નવા હથિયારો બનાવી શકે છે. તે ડ્રોન અને રોબોટની મદદથી મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. AI સુરક્ષા નિષ્ણાત પોલ ક્રિસ્ટિયાનોના જણાવ્યા મુજબ, જો AI પોતાના નિર્ણયો જાતે લેવા લાગે અને મનુષ્યોને પોતાના કામમાં અડચણરૂપ સમજવા લાગે, તો તેને રોકવું મુશ્કેલ બની જશે.

*AIના જોખમથી ડર્યા AI એક્સપર્ટ, છોડી નોકરી*

આ જોખમને કારણે ગૂગલ, OpenAI જેવી મોટી કંપનીઓના 6 એક્સપર્ટ્સે પોતાની નોકરી છોડી દીધી છે. જેમાં જેફ્રી હિન્ટન, ઈલ્યા સુત્સકેવર, જાન લીક જેવા નામ સામેલ છે. તેમનું કહેવું છે કે AI ના વિકાસની ગતિ સુરક્ષા વ્યવસ્થા કરતાં વધુ ઝડપી છે.

*AI થી થનારા અન્ય જોખમો*

પ્રાઈવસી, સુરક્ષા, સત્ય પર જોખમ, બેરોજગારી, રંગભેદ અને આતંક - આ બધા પર પણ AI નો ખોટો ઉપયોગ ખતરો ઊભો કરી શકે છે.