બ્રેકિંગ@દેશઃ PM મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉન 3.0 બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@દેશઃ PM મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉન 3.0 બાદ શું તેને લઈને સમગ્ર દેશવાસીઓને અનેક સવાલો છે તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનની વચ્ચે આ પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લગભગ 6 કલાકની મેરેથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંકેત આપ્યા કે લૉકડાઉનને સમગ્રપણે નહીં હટાવવામાં આવે પરંતુ પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. પીઅમે મોદીએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે લૉકડાઉનના પહેલા ત્રણ ચરણમાં જે ઉપાયોની જરૂરિયાત હતી, તો ચોથામાં જરૂરી નથી. 25 માર્ચથી લાગુ 54 દિવસનું લૉકડાઉન 17 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે તેને લાગુ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને કહ્યું કે, અમારી સામે બે પડકારો છે- આ બીમારીના સંક્રમણનો દર ઘટાડવો અને દિશા-નિર્દેશોનું પાલન કરીને સાર્વજનિક ગતિવિધિઓને ધીમે-ધીમે વધારવી તથા આપણે બંને ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવું પડશે.