બ્રેકિંગ@દેશ: કાશ્મીરમાં લશ્કરનો છેલ્લો આતંકવાદી ઠાર, જવાનોને સલામ: શાહ

મસ્જિદને નુકસાન વિના ઓપરેશન પૂર્ણ,
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તૈયબાનો છેલ્લો જાણીતો સક્રિય સ્થાનિક આતંકવાદી લતીફ ભટ કુલગામમાં એન્કાઉન્ટરમાં ઠાર થયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના, CRPF અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત પ્રયાસથી આ ઓપરેશન સફળ થયું.

લતીફ ભટ 11 નવેમ્બરે CRPF ચોકી પર થયેલા હુમલામાં વોન્ટેડ હતો, જેમાં 3 જવાન ઘાયલ થયા હતા. તેનો સાથી ઉમર નિસાર એક દિવસ પહેલા જ કુલગામમાં ઠાર થયો હતો.

એન્કાઉન્ટર દરમિયાન લતીફ જાંગલપોરા ગામની મસ્જિદમાં છુપાયો હતો. જવાનોએ વીડિયો કોલ કરીને અનેક વખત સરેન્ડર કરવા કહ્યું, પરંતુ તેણે ના પાડી દીધી.

મસ્જિદને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ટીયર ગેસ છોડીને તેને બહાર કાઢી ઠાર કરવામાં આવ્યો.

ગૃહમંત્રી શાહે કહ્યું, *“દેશ બહાદુર જવાનોને સલામ કરે છે.”*