બ્રેકિંગ@દેશ: 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા યોજના શરૂ કરાશે,મોચી, ધોબી, સુથાર સહિતના શ્રામિકોને મળશે ધિરાણ

 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં આ યોજના શરૂ થશે.
 
બ્રેકિંગ@દેશ: 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા યોજના શરૂ કરાશે,મોચી, ધોબી, સુથાર સહિતના શ્રામિકોને મળશે ધિરાણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ભાષણ કરતાં વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. યોજનાના શુભારંભ પ્રસંગે 70 સ્થાને 70 પ્રધાનો હાજર રહેશે. આ યોજના પાછળ આગામી પાંચ વર્ષ દરમિયાન 13 હજાર કરોડ ખર્ચ થશે. સમાજના નીચલા દરજ્જાના શ્રામિકો માટે યોજના અમલી થવા જઇ રહી છે. આ યોજનામાં 18 પ્રકારના વિવિધ કામોમાં જોતરાયેલા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આવનારી લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં યોજનાને મહત્વની માનવામાં આવી રહી છે. યોજનાના શુભારંભ કાર્યક્રમ દરમિયાન 17 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ અમદાવાદમાં, રાજનાથસિંહ લખનઉમાં, મહેન્દ્રનાથ પાંડે વારાણસી, સ્મૃતિ ઇરાની ઝાંસી, ગજેન્દ્રસિંહ શેખાવત ચેન્નાઇમાં, ભૂપેન્દ્ર યાદવ જયપુર અને નરેન્દ્રસિંહ તોમર ભોપાલમાં હાજર રહેશે. અન્ય તમામ સ્થાને પણ કેન્દ્રીય પ્રધાનો હાજર રહેવાના છે.

આ યોજના હેઠળ મોચી, ધોબી, સુથાર વગેરેને પ્રથમ તબક્કે પાંચ ટકાના વ્યાજદરે રૂપિયા 1 લાખ અને બીજા તબક્કે રૂપિયા બે લાખનું ધિરાણ પુરૂ પાડવામાં આવશે. વડાપ્રધાન વિશ્વકર્મા યોજના હેઠળ શિલ્પકારો અને કારીગરોને તાલીમ પણ અપાશે. તાલીમી દિવસોમાં પ્રતિદિન રૂપિયા 500ની માનદ રાશિ પૂરી પાડવામાં આવશે.

પીએમ મોદી રવિવારે મોડી સાંજે ભારત મંડપમ પહોંચ્યા, સૌનો આભાર માન્યો

નવી દિલ્હીમાં જી20 સમિટની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મોડી સાંજે પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને સૌનો આભાર માન્યો હતો. મોદી ભારત મંડપમમાં પત્રકારોને પણ મળ્યા અને જી20 સમિટના સફળ કવરેજ માટે મીડિયાકર્મીઓનો પણ તેમણે આભાર માન્યો હતો.

અમિત શાહે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યાં । ભારત દ્વારા જી20ની અધ્યક્ષતાની ઐતિહાસિક સફળતા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા. શાહે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે જી20ની આપણી અધ્યક્ષતાની ઐતિહાસિક સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા હાર્દિક અભિનંદન. વિશ્વને એક બહેતર સ્થાન બનાવવાના એકમાત્ર મહત્વપૂર્ણ લક્ષ્‍યને પ્રાપ્ત કરવાના માર્ગ પર બધાને એક કરીને જી20 સમિટ આપણા દેશના દરેક નાગરિક માટે એક અમિટ છાપ છોડી ગઇ છે.