બ્રેકિંગ@કર્ણાટક:વિધાનસભાની ચૂંટણીને લઈને જામ્યો બરાબરનો માહોલ,કોની બનશે સરકાર ?

  • 10 મેના રોજ યોજાઈ રહી છે કર્ણાટકમાં ચૂંટણી
 
Breaking@પરિણામ: ભાજપ અને સાથી પક્ષો ફરી એકવાર સરકાર બનાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • કોંગ્રેસની સરકાર રચાતી હોવાનો સર્વેમાં દાવો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો રાજકીય વાઘા સજાવીને મેદાનમાં ઉતરી ગયા છે.

એક બીજા પક્ષો પોટ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. મહત્વનું છે કે 10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે 'મેગા ઓપિનિયન પોલ'નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના પર નજર કરીએ તો આંકડા મુજબ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. જ્યારે ભાજપનો ગાઢ તૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો જેડીએસનો ગ્રાફ પણ ઘણો નીચો જણાઈ રહ્યો છે.

કોંગ્રેસ 107થી 119 બેઠકો પોતાના નામે કરી શકે છે

CVoter સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં 17,772 લોકોનો અભિપ્રાય લેવાયો હતો. આ દરમિયાન ઓપિનિયન પોલના આંકડા એવું જણાવી રહ્યા છે કે કર્ણાટકની 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ 107થી 119 બેઠકો પોતાના નામે કરી શકે છે. તેની સરખામણીએ બીજેપીને 74 થી 86 સીટો અને જેડીએસને 23 થી 35 સીટો મળતી હોવાના સંજોગો વર્તાઈ રહ્યા છે. તો 0 થી 5 બેઠકો અન્યના ફાળે જાય તેવુ સર્વેમાં જણાવ્યું છે.24 ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો
બીજી તરફ મતદાનના આંકડામાં, ભાજપ વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસથી 5 ટકા પાછળ ચાલી રહ્યું છે. કોંગ્રેસને 40 ટકા અને ભાજપને 35 ટકા વોટ શેર મળી રહ્યા છે. વધુમાં જેડીએસને 17 ટકા વોટ મળી શકે છે. અને અન્યને ફાળે 8 ટકા મત જઈ શકે છે. કર્ણાટકમાં સરકારનું કામ કેવું રહ્યુંના જવાબમાં 29 ટકા સારું, 19 ટકા એવરેક અને 52 ટકા ખરાબ રહ્યું હોવાનો અભિપ્રાય આપવામા આવ્યો હતો. સાથે સાથે કર્ણાટકમાં મુખ્યમંત્રીના કામથી 24 ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો તો 25 ટકા સરેરાશ અને 51 ટકા ખરાબ નોંધાયું હતું.