બ્રેકિંગ@તમિલનાડુ: ટેકરી પર કોર્ટનો કબજો:CRPF તૈનાત, પૂર્વ જજની દેખરેખમાં જ થશે વિધિ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તમિલનાડુના મદુરાઈ તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર દીપથૂન સ્તંભ પર દીપમ પ્રગટાવવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટના આદેશ બાદ સમગ્ર પહાડીની સુરક્ષા CRPFને સોંપવામાં આવી છે.
ગઈકાલે કોર્ટે મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. મંદિરના વહીવટ માટે હાઈકોર્ટના 2 પૂર્વ જજને રિસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની દેખરેખ હેઠળ જ વિધિ કરવામાં આવી હતી.
*શું છે સમગ્ર વિવાદ?*
20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે દીપથૂન સ્તંભ પર એક વખત દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી હતી. પરંતુ 24 નવેમ્બરે આદેશનું પાલન ન થતાં કોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે તેને આદેશની ખુલ્લી અવહેલના ગણાવી હતી.
ત્યારબાદ કોર્ટે તમિલનાડુના મુખ્ય સચિવ, DGP અને મદુરાઈ SPને પણ નોટિસ ફટકારી છે.
કોર્ટના આદેશ બાદ CRPFએ પહાડી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને દર્ગાહથી 50 મીટરનું અંતર જાળવીને શાંતિપૂર્ણ રીતે વિધિ પૂર્ણ કરાવી હતી.

