બ્રેકિંગ@દેશ: G-20ની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની છે.PM મોદીએ રશિયાના પ્રમુખ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી

પુતિન G-20 બેઠકમાં ભાગ લેવા ભારત આવશે નહીં.
 
ગુજરાત: PM નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ બેઠકમાં દેશ-વિદેશના તમામ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાનાં છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં G-20 બેઠક સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પુતિન G-20 બેઠકમાં ભાગ લેવા ભારત આવશે નહીં.

પીએમઓએ માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ કરશે. રશિયાના નિર્ણય સાથે સંમત થતા વડાપ્રધાને ભારતના G20 અધ્યક્ષપદ હેઠળની તમામ પહેલોને રશિયાના સતત સમર્થન માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો.

પીએમઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓ મોટા પાયે ઉર્જા પરિયોજનાઓ અમલમાં મૂકવા, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા ઈચ્છે છે. બંને દેશો વચ્ચે અવકાશ સહયોગ વિકસાવવાના ઈરાદાની પણ પુષ્ટિ કરી હતી.

નોંધનીય છે કે, આ અગાઉ પુતિન 15મી બ્રિક્સ સમિટમાં સાઉથ આફ્રિકા ગયા નહોતા. સંગઠનમાં 5 સભ્ય દેશ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. બ્રિક્સ દેશો વચ્ચે દર વર્ષે એક સમિટ થાય છે. ત્યારે આ વખતે 15મી બ્રિક્સ સમિટ જોહાનિસબર્ગમાં યોજાઈ હતી. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ સમિટમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ પછી રશિયા 2024માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે.