બ્રેકિંગ@દેશ: કોસ્ટ ગાર્ડના DG રાકેશ પાલને મળ્યું સેરેમોનિયલ 51 મેન ગાર્ડ ઓફ ઓનર

સમુદ્રમાં ફરજિયાત કાર્યો માટે સતત પ્રયત્નો અને જાળવણી માટે તેમની પ્રશંસા કરી.
 
બ્રેકિંગ@દેશ: કોસ્ટ ગાર્ડના DG રાકેશ પાલને મળ્યું સેરેમોનિયલ 51 મેન ગાર્ડ ઓફ ઓનર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલ હાલમાં ICG નોર્થ વેસ્ટર્ન રિજનની ચાર દિવસીય પ્રથમ મુલાકાતે છે.મહાનિર્દેશકની મુલાકાત ગાંધીનગર ખાતે ICG પ્રાદેશિક મુખ્યાલયથી શરૂ થઈ હતી. જેમાં તેમણે સેરેમોનિયલ 51 મેન ગાર્ડ ઓફ ઓનરની સમીક્ષા કરી હતી.ડાયરેક્ટર જનરલને ICG નોર્થ વેસ્ટ રિજનની ઓપ્સ અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ફ્લેગ ઓફિસરે અધિકારીઓ, ટુકડીઓ અને નાગરિક કર્મચારીઓ સાથે પણ વાર્તાલાપ કર્યો અને સમુદ્રમાં ફરજિયાત કાર્યો માટે સતત પ્રયત્નો અને જાળવણી માટે તેમની પ્રશંસા કરી.મહાનિર્દેશકે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિવિધ પડકારોનો સામનો કરવા માટે ICG પ્રવૃત્તિઓ અને તૈયારીઓની પ્રશંસા કરી.

ડાયરેક્ટર જનરલ રાકેશ પાલે, મુખ્ય સચિવ રાજ કુમાર અને ડીજીપી વિકાસ સહાય સાથે પણ સૌજન્ય મુલાકાત પણ કરી હતી.