બ્રેકિંગ@દેશ: ગ્રેટર નોઈડામાં એક જ પરિવારના 5ના મોતથી હાહાકાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સવારે ઘરમાંથી એકબીજાને ભેટીને સૂતેલાં 5 મૃતદેહ મળ્યા, પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત.
ગ્રેટર નોઈડા: રબુપુરા વિસ્તાર ના નગલા શ્રીપદમ ગામ માંથી આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ ઘર માંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.
મૃતકોમાં પતિ મહેશ (37), પત્ની લલિતા (35) અને તેમના ત્રણ બાળકો 11 વર્ષ નો લડ્ડુ, 7 વર્ષ ની મિષ્ટી અને 3 વર્ષ નો સાક્ષાત નો સમાવેશ થાય છે. સવારે પરિવાર ન ઉઠતા પડોશીઓ એ ઘર માં જઈને જોયું તો પાંચેય એકબીજાને ભેટીને સૂતેલા હાલત માં મૃત મળ્યા હતા.
શું થયું હતું રાત્રે?
પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે રાત્રે પરિવારે બજાર માંથી લાવી ને નૂડલ્સ બનાવી ને ખાધા હતા. ત્યારબાદ બધા સૂઈ ગયા હતા. સવારે કોઈ હલચલ ન દેખાતા પોલીસ ને જાણ કરવામાં આવી.
પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફૂડ સેમ્પલ અને ઘર માંથી પાણી ના સેમ્પલ લેવામાં આવ્યા છે. DCP નું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત નું સાચું કારણ જાણી શકાશે. હાલ ફૂડ પોઈઝનીંગ ની આશંકા સેવાઈ રહી છે.

