બ્રેકિંગ@દેશ: ભારતે નેપાળ સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ વીજળી ખરીદવાનો કરાર કર્યો

10 વર્ષમાં નેપાળ પાસેથી 10 હજાર મેગાવોટ વીજળી ખરીદવા જઈ રહ્યું છે.
 
બ્રેકિંગ@દેશ: ભારતે નેપાળ સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ વીજળી ખરીદવાનો કરાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

દેશના વિકાસ માટે  મોદી સરકરે  મોટો નિર્ણય લીધો છે.ભારત અને નેપાળની મિત્રતાના નવા યુગમાં મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે ઔપચારિક રીતે નિર્ણય લીધો છે કે, તે આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10 હજાર મેગાવોટ વીજળી ખરીદવા જઈ રહ્યું છે.

ભારતે નેપાળ સાથે દ્વિપક્ષીય કરાર હેઠળ વીજળી ખરીદવા માટે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડના કાર્યાલયે ભારતના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને તેની ભરપૂર પ્રશંસા કરી છે. નેપાળના વડા પ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે તેને માહિતી મળી છે કે ભારતીય કેબિનેટે પાવર ખરીદી કરારને મંજૂરી આપી દીધી છે.

નેપાળના PMOએ કહ્યું હતું કે ભારતનો આ નિર્ણય નેપાળના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. નેપાળના ઉર્જા મંત્રી શક્તિ બસનેતે કહ્યું હતું કે વડાપ્રધાન પ્રચંડની ભારત મુલાકાત દરમિયાન લાંબા ગાળાના પાવર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ભારત આગામી 10 વર્ષમાં નેપાળ પાસેથી 10 હજાર મેગાવોટ વીજળી ખરીદવા માટે સંમત થયું છે. તે જ સમયે, પીએમ પ્રચંડે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે નેપાળ હાઇડ્રોપાવર સેક્ટરમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે.

નેપાળના વડાપ્રધાન પ્રચંડ ચીનની મુલાકાતે

પ્રચંડે કહ્યું હતું કે નેપાળ સરકાર એવું વાતાવરણ બનાવી રહી છે કે દેશમાં હાઈડ્રોપાવર સેક્ટરમાં વિદેશી રોકાણ આકર્ષી શકાય. તેમણે કહ્યું હતું કે નેપાળ આગામી દાયકામાં હાઈડ્રોપાવરના ક્ષેત્રમાં પરિવર્તન માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. પ્રચંડે કહ્યું હતું કે નેપાળ હાલમાં ભારતને 450 મેગાવોટ વીજળીની નિકાસ કરી રહ્યું છે. અમે આગામી 10 વર્ષમાં તેને 10 હજાર મેગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્‍યાંક રાખીએ છીએ. આ માટે ભારત અને નેપાળ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

નેપાળના વડા પ્રધાને કહ્યું હતું કે તેમની હાલની ભારત મુલાકાત દરમિયાન તેમણે પીએમ મોદી સાથે સ્વચ્છ ઊર્જા વિશે વાત કરી હતી. આ બેઠક બાદ લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે અમે અમારી વધારાની ઉત્પાદિત વીજળી ભારતને વેચીશું. મોદી કેબિનેટે આ કરારને એવા સમયે મંજૂરી આપી છે જ્યારે નેપાળના વડાપ્રધાન પ્રચંડ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રચંડ ચીન સાથે સમાન પાવર કરાર કરવાની યોજના ધરાવે છે. એટલું જ નહીં, ભારત નેપાળમાં ઘણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે જેનાથી પાવર સપ્લાયમાં વધારો થવાની આશા છે.