બ્રેકિંગ@દેશ: ભારતની નેપાળ સામે શાનદાર જીત,ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું

23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો
 
 બ્રેકિંગ@દેશ: ભારતની નેપાળ સામે શાનદાર જીત,ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેના ઓપનિંગ પાર્ટનર શુભમન ગિલે અણનમ 67 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતની પાકિસ્તાન સામે ફરી ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે.બંને ટીમો 10 સપ્ટેમ્બરે ફરી એકવાર સામસામે ટકરાશે.

આ મેચમાં રોહિતે ટોસ જીતીને નેપાળને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કુશલ ભુતેલ અને આસિફ શેખે ટીમને સારી શરૂઆત અપાવી અને 9.5 ઓવરમાં 65 રન જોડ્યા. શાર્દુલ ઠાકુરે કુશાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ભીમ શાર્કી સાત રન બનાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. નેપાળનો કેપ્ટન રોહિત પૌડેલ માત્ર પાંચ રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો. કુશલ મલ્લ માત્ર બે રન જ બનાવી શક્યો હતો. નેપાળે તેની ચાર વિકેટ માત્ર 101 રનમાં ગુમાવી દીધી હતી. આસિફ એક છેડેથી ઊભો હતો, જેની 58 રનની ઇનિંગ્સનો મોહમ્મદ સિરાજે અંત કર્યો હતો. આસિફે 97 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ફટકાર્યા.

નેપાળની ટીમ સસ્તામાં પેવેલિયન પરત ફરવાની હતી પરંતુ અંતમાં ત્રણ બેટ્સમેનો ટીમના સ્કોરને 200થી આગળ લઈ ગયા હતા. ગુલશન ઝાએ 23 રન, દીપેન્દ્ર સિંહે 29 રન બનાવ્યા, પરંતુ સોમપાલ કામીએ જે કર્યું તે ટીમ માટે ઘણું ફાયદાકારક સાબિત થયું હતું. જોકે, સોમપાલ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેણે 56 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 48 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.