બ્રેકિંગ@દેશ: આવતી કાલથી રવિવાર સુધી ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે

 ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા

 
ક્રાઈમ@વાપી: વારંવાર વિનંતી કરવા છતાં બાપ બન્યો શેતાન,દીકરી પર સાત વર્ષથી દુષ્કર્મ આચરતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે.

આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે, આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી તાત્કાલીક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આ ઘટના માટે તમામ એસોસિએશન એક સાથે છે અને આવતીકાલ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. આથી રવિવાર અને સોમવારે રક્ષાબંધન હોવાથી કાલથી ત્રણ દિવસ ડોક્ટરો મળશે નહીં.

સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.