બ્રેકિંગ@ઈન્ડોનેશિયા: આજે વહેલી સવારે જોરદાર ભૂકંપના આંચકા, 1 કલાકમાં બે વાર ધ્રુજી ધારા

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા છે. 
 
બ્રેકિંગ@પાલનપુર: ફરી એકવાર ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી, 2.3નો ભુકંપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રવિવારે વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે 1 કલાકમાં બે વાર ધરતી ધ્રૂજી હતી.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર 'યુએમએસસી' અનુસાર, ઈન્ડોનેશિયામાં રવિવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 અને 5.8 માપવામાં આવી છે.

યુએમએસસીએ અહેવાલ આપ્યો છે કે રવિવારની વહેલી સવારે કેપુલુઆન બાટુમાં બેવાર ધરતી ધ્રૂજી હતી. રવિવારે વહેલી સવારે આવેલા પ્રથમ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.1 હતી. થોડા કલાકો બાદ 5.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો હતો

UMSC અનુસાર, પ્રથમ ભૂકંપનું કેન્દ્ર 43 કિમીની ઊંડાઈએ હતું. તે જ સમયે, બીજો ભૂકંપ 40 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.

ઈન્ડોનેશિયામાં ચાર દિવસ પહેલા પણ ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા બુધવારે પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સબાંગથી 16 કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી. UMSCએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે લગભગ 11 વાગ્યે આવ્યો હતો.