બ્રેકિંગ@મિઝોરમ: રેલવે બ્રિજ ધરાશાયી થતાં 17 લોકો મૃત્યુ પામ્યા અને કેટલાક દબાયા હોવાની આશંકા

આ અકસ્માત સવારે લગભગ 10 વાગે થયો હતો.
 
બ્રેકિંગ@મિઝોરમ: રેલવે બ્રિજ ધરાશાયી થતાં 17 લોકો મૃત્યુ પામ્યા અને કેટલાક દબાયા હોવાની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સવારે મોઝોરામમાં ભયાનક ઘટના ઘટી છે.મિઝોરમમાં હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.આ દુર્ઘટનામાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવી દિધો.સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે, આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા અહીં રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત સવારે લગભગ 10 વાગે થયો હતો. હજુ પણ 30-40 લોકો ફસાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમજ મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.અકસ્માતને લગતા સામે આવેલ પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રેલ્વે પુલ સાયરાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે બૈરાબી અને સાયરાંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં 42 મીટર વધુ હોવાનું કહેવાય છે.