મર્ડર@દેશ: પિતાની ઈજ્જતને કલંકિત કરતી બહેનની રસ્તા વચ્ચે ભાઈએ હત્યા કરી

આરોપી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
 
મર્ડર@દેશ: પિતાની ઈજ્જતને કલંકિત કરતી બહેનની રસ્તા વચ્ચે ભાઈએ હત્યા કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં મર્ડરના ગુનાઓ ખુબજ વધી ગયા છે. લોકો ખુલ્લે આમ મર્ડર કરી રહ્યા છે. મર્ડરની હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. પિતાની ઈજ્જતને કલંકિત કરતી બહેનની રસ્તા વચ્ચે ભાઈએ હત્યા કરી. આ છોકરીએ મારા પિતાની ઈજ્જતને કલંકિત કરી છે, તે મારા પિતાને ખાઈ જશે. પોતાની, પોતાનાં બાળકો અને પિતાની ઈજ્જત બચાવવાનો સમય આવ્યો છે. જો હું આને ન મારત તો મારા પિતા મરી જાત. તે ત્રણ વખત ઘરેથી ભાગી ચૂકી છે. આવીને મારી ન નાખું તો શું કરું? જેણે પોતાના પિતાની ઈજ્જતને કલંકિત કરી છે- મેરઠમાં રસ્તા વચ્ચે બહેનની હત્યા કરનારો ભાઈ.

બુધવારે ધોળા દિવસે છોકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આરોપી ભાઈ તેની બહેનની છાતી પર ચઢીને બેઠો છે. મરી ન જાય ત્યાં સુધી તેનું ગળું દબાવતો રહ્યો. આ દરમિયાન તે બૂમો પાડતો રહ્યો- આ મારા બાપને ખાઈ જશે.

આશ્ચર્યની વાત એ છે કે ઘણાં બાળકો અને મોટા લોકો ઘટનાસ્થળે ઊભા રહ્યા હતા. લોકો પસાર થતા રહ્યા, પરંતુ કોઈએ આરોપીઓને રોકવાનું યોગ્ય ન માન્યું. મામલો ઉત્તર પ્રદેશના મેરઠના નંગલા શેખુ ગામનો છે.

આ મામલો ઓનર કિલિંગ સાથે જોડાયેલો છે. 17 વર્ષની અમરિશાની હત્યા બાદ વિસ્તારમાં સનસનાટીનો માહોલ છે. ઓફ કેમેરા લોકોએ કહ્યું- હસીને તેની બહેનની હત્યા કરી. તે વારંવાર કહેતો હતો કે તે એક હિન્દુ છોકરાને પ્રેમ કરે છે. તેની સાથે ભાગવા માગે છે. મારું નાક કપાવી નાખ્યું. તે ઘરેથી મારતાં-મારતાં લાવ્યો હતો. છોકરી જીવ બચાવવા દોડી રહી હતી. આ પછી તેણે રસ્તામાં જ અમરિશાની હત્યા કરી નાખી.

આ વખતે અમરિશા જાતે જ પાછી આવી ગઈ હતી મેરઠના સરુરપુરના રહેવાસી મોહિત સાથે અમરિશાનું અફેર હતું. આખા ગામને આ વાતની ખબર હતી. મોહિતની બહેનનું નંગલા શેખુમાં સાસરું છે. મોહિત અહીં આવતો હતો. ત્યારબાદ તેની અમરિશા સાથે મિત્રતા થઈ જે અફેરમાં ફેરવાઈ ગઈ. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતાં હતાં.

પાડોશીઓએ જણાવ્યું- અમરિશા માર્ચ 2024માં પહેલીવાર ઘરેથી ભાગી હતી. લગભગ 5 દિવસ પછી, તેનાં પરિવારજનોએ પોલીસની મદદથી તેણીને તેના પ્રેમીના ઘરેથી બહાર કાઢી. મે 2024માં, યુવતી ફરીથી ઘરેથી ભાગી ગઈ અને તેના પ્રેમીના ઘરે ગઈ. ત્યારબાદ પોલીસની મદદથી 3 દિવસ બાદ તે તેના પ્રેમીના ઘરેથી મળી આવી હતી.

દરેક વખતે પરિવારના સભ્યો અમરિશાને તેના પિતાની ઈજ્જતની વાત કરીને સમજાવતા રહ્યા. પરંતુ 4 દિવસ પહેલાં જ યુવતી ઘરેથી ભાગીને તેના પ્રેમીના ઘરે ગઈ હતી. આ વખતે તે પોતે બીજા જ દિવસે ઘરે પરત આવી હતી.


અમરિશાના પિતાનું નામ શહજાદ અલી ઉર્ફે જુમ્મા છે. શહજાદનો પોતાનો બિઝનેસ છે. શહજાદને 8 બાળકો છે. તેમાં 4 છોકરાઓ, 4 છોકરીઓ છે. મૃતક અમરિશા તેમની સૌથી નાની પુત્રી હતી. હસીન સૌથી મોટો દીકરો છે જેણે હત્યા કરી હતી. હસીન પરિણીત છે.

ઘરમાં પૌત્ર-પૌત્રીઓ પણ છે. શહજાદના ઘરમાં 12 લોકો એકસાથે રહે છે. હસીન ગાઝિયાબાદની એક કંપનીમાં કામ કરે છે. તેની બહેન ભાગી ગઈ હોવાના સમાચાર મળતા જ હસીન 5 ઓગસ્ટે રજા લઈને ઘરે આવ્યો હતો. આ પછી તેણે તરત જ બહેનના નિકાહ કરાવવાનું નક્કી કર્યું. હસીને બધાને કહ્યું કે હવે બધું ઠીક ત્યારે જ થશે જ્યારે અમરિશા નિકાહ કરશે.


આરોપી હસીનના નાના ભાઈ ફરમાને કહ્યું- હું તે સમયે કામ પર ગયો હતો. મને ખબર નથી કે ઘરે શું થયું. પણ મને ફોન આવ્યો કે બહેનની હત્યા થઈ છે. હું તરત જ ઘરે દોડી ગયો અને આખી વાત જાણી. અમારા ભાઈ હસીને બહેન અમરિશાની હત્યા કરી હતી. હવે અમારો ભાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો કારણ કે તેણે બહેનની હત્યા કરી હતી. બહેન બહારના છોકરા સાથે બે વાર ઘરેથી ભાગી ગઈ છે.

અમે અમારી બહેનને ઘણી વખત આ વાત સમજાવી પરંતુ તે માનતી નહોતી. અમારી 4 બહેનો છે, 3 બહેનો પરિણીત છે. ઘટના બની ત્યારે પિતા મેરઠ ગયા હતા, માતા ઘરે એકલી હતી. હસીન ભૈયા સૌથી મોટા છે અને તેણે રસ્તા વચ્ચે બહેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. હસીન ભૈયાને 2 દીકરીઓ પણ છે.


અમરિશાની હત્યાના આરોપમાં પોલીસે હસીનની ધરપકડ કરી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસ કસ્ટડીમાં હસીને કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. બીજા ધર્મમાં લગ્ન ન થઈ શકે, પણ તે મક્કમ હતી. તે અમને આત્મહત્યાની ધમકી આપતી હતી. તે કહેતી હતી કે મારે મારી મરજી મુજબ લગ્ન કરવા છે, નહીં તો હું મરી જઈશ.

એસપી રૂરલ કમલેશ બહાદુરે જણાવ્યું - અમરિશાનાં પરિવારજનો તેના નિકાહ નક્કી કરી રહ્યાં હતાં, પરંતુ યુવતી તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા પર અડગ હતી. આ બાબતે બુધવારે ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો. ભાઈએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. તમામ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને સ્વજનોને સોંપવામાં આવ્યું છે. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.