બજેટ@દેશ: આજે મોદી 3.0નું પહેલું બજેટ 11 વાગ્યે રજુ થશે, જાણો વધુ વિગતે
બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
Jul 23, 2024, 10:01 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 20224નું પહેલું બજેટ નાણામંત્રી રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે.
નાણામંત્રી સૌથી પહેલા મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. હવે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેઓ સંસદ ભવન જશે.
નિર્મલા સીતારમણના સાતમા બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા મધ્યમ વર્ગને છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવા માટે GSTના દાયરામાં લાવવાની પણ આશા છે.