બજેટ@દેશ: બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ, ટેક્સટાઈલને નિરાશા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નાણામંત્રી દ્વારા આજે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા. આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે. બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગ ખુશખુશાલ છે. જ્યારે મોદી 3.0ના પહેલા બજેટમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કંઈ ખાસ ન મળતા નિરાશા વ્યાપી ગઈ છે. જ્યારે પર્સનલ ટેક્સ અને GSTમાં રાહત મળતા ગુજરાતભરના ઔદ્યોગિક એસોસિયેશન્સ બજેટને સમતોલ કહી આવકાર્યું છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, આજના બજેટ માટે અમે નાણામંત્રીને અગાઉ રજૂઆત કરી હતી. ગુજરાતના MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટેની ખાસ રજૂઆત હતી. MSME ઇન્ડસ્ટ્રીને બજેટમાં સ્લેબ મળ્યા છે તે ખૂબ જ આવકાર્ય છે.
અમારી રજૂઆતને સ્વીકારવામાં આવી છે. MSMEને રાહત મળી છે અને પ્રોત્સાહન મળ્યું છે. જેનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે અને ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે.