વેપાર@દેશ: આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખનું રોકાણ બન્યું 15 લાખ રૂપિયા

 5 વર્ષ દરમિયાન 6043.82 રૂપિયાનું વળતર આપ્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ડિક્સન ટેક્નોલોજિસ એક ભારતીય બહુરાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સેવા કંપની છે. તે સેમસંગ, Xiaomi, Panasonic અને Philips જેવી કંપનીઓ માટે ટેલિવિઝન, વોશિંગ મશીન, સ્માર્ટફોન, LED બલ્બ, બેટેન્સ, ડાઉનલાઈટર્સ અને CCTV સુરક્ષા સિસ્ટમોની કોન્ટ્રાક્ટ ઉત્પાદક છે. ભારતમાં તેના 17 ઉત્પાદન એકમો છે. કંપની વર્ષ 2017 માં BSE અને NSE પર લિસ્ટ થઈ હતી.

ડિક્સન પાસે ભારતમાં 15,000 કર્મચારીઓ સાથે 17 ઉત્પાદન એકમો છે. તે LED ટીવી, વોશિંગ મશીન, અને LED બલ્બ માટે ભારતના સૌથી મોટા ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કંપની ઘરેલું ઉપકરણો, સ્માર્ટફોન, લેપટોપ, ટેલિવિઝન, સેટ ટોપ બોક્સ, મેડિકલ ઈલેક્ટ્રોનિક્સ, લાઈટ્સ, સુરક્ષા સર્વેલન્સ સિસ્ટમ જેવા સામાનનું ઉત્પાદન અથવા તેને સેમ્બલ કરે છે.

આજે 11 જાન્યુઆરીના રોજ ડિક્સન ટેક્નોલોજિસના શેરના ભાવ 152.05 રૂપિયાના વધારા સાથે 6479 રૂપિયા પર બંધ થયા છે. જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો કંપનીએ રોકાણકારોને 43.40 રૂપિયા અથવા 0.67 ટકાનું રિટર્ન આપ્યું છે. ડિક્સન ટેક્નોલોજિસના શેરમાં છેલ્લા 1 માસમાં 122.50 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 1.93 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો શેરે ઈન્વેસ્ટર્સને 2142.70 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 49.41 ટકા વધ્યો છે.

કંપનીએ 5 વર્ષ દરમિયાન 6043.82 રૂપિયાનું વળતર આપ્યું છે. 18 જુન, 2019 ના રોજ શેરનો ભાવ 435.18 રૂપિયા હતો. જે રોકાણકારોએ તે સમયે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 230 શેર આવે. આજના ભાવ મૂજબ ગણતરી કરીએ 230 શેર X 6,479 = 14,90,170 એટલે કે 14.90 લાખ રૂપિયા. ડિક્સન ટેક્નોલોજિસના શેરમાં 5 વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ હાલ 14.90 લાખ રૂપિયા બની ગયું.