વેપાર@દેશ: આજે શેર બજારમાં તેજી જોવા મળી ,ગિફ્ટ નિફ્ટી 21700 પર ખુલ્યો

આજે આ કંપનીઓનું પરિણામ જાહેર થશે?

 
વેપાર@દેશ: આ મલ્ટીબેગર શેર ફરીથી તિજોરી છલકાવવા તૈયાર,આ શેર કેટલી કમાણી કરાવશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં મજબૂત શરૂઆત જોવા મળી છે.  વૈશ્વિક બજારમાંથી સુસ્તીના સંકેતો છતાં ભારતમાં મજબૂત શરૂઆત થઇ છે. ગિફ્ટ નિફ્ટી 21700 પર મજબૂત સ્થિતિમાં કારોબાર કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં તેજી જોવા મળી રહી છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 63 પોઈન્ટ વધીને 71,721 પર બંધ થયો હતો.

31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી બજેટ સત્ર ચાલશે

આ વર્ષનું બજેટ રજૂ થવામાં ઘણો ઓછો સમય બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. 31 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025નું વચગાળાનું બજેટ રજૂ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોને સંબોધશે જે સત્તાવાર રીતે સંસદમાં બજેટ સત્રની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ પછી આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે.

નિફ્ટીની 3 કંપનીઓના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. આ ત્રણ કંપનીઓ વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને એચડીએફસી લાઇફ છે, જે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ સિવાય આનંદ રાઠી, આદિત્ય બિરલા મની, ડેન નેટવર્કડ્સ, જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ, જસ્ટ ડાયલ, પોન્ડી ઓક્સાઈડ્સ કેમિકલ્સ અને ટાટા મેટલિક્સના પરિણામો કેશ માર્કેટમાં જાહેર થવા જઈ રહ્યા છે.

અમેરિકામાં પણ આજથી ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોનો રાઉન્ડ શરૂ થશે. જેપી મોર્ગન ચેઝ, બેંક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, સિટીગ્રુપ અને બ્લેકરોકના પરિણામો આજે અમેરિકામાં જાહેર કરવામાં આવશે.

FIIs-DII ના આંકડા

નિફ્ટીની સાપ્તાહિક સમાપ્તિના દિવસે ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા વેચવાલી જોવા મળી હતી. FIIએ ગઈ કાલે રૂ. 865 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો રૂ. 1607 કરોડની ખરીદી કરવાના મૂડમાં હતા.

નોધ: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ.