વેપાર@મુંબઇ: આજે શેરબજાર ઘટાડો; સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 84,900 ના સ્તરે ટ્રેડ

બેન્કિંગ, ઓટો અને IT શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.
 
વેપાર@દેશ: સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ, નિફ્ટીમાં 143 પોઈન્ટનો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે શેરબજારમાં મોટો   ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને 84,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તે 25,900 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો અને IT શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે આજે મેઈનબોર્ડ સેગમેન્ટ IPO KSH ઇન્ટરનેશનલ બિડિંગ માટે ખુલ્યો છે.

એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 1.73% ઘટીને 4,019 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.28% ઘટીને 49,523 પર ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.89% ઘટીને 25,145 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.22% ઘટીને 3,820 પર ટ્રેડ થઈ રહ્યો છે.15 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.086% ઘટીને 48,416 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 0.59% અને S&P 500 0.16% ઘટીને બંધ થયા.