વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જાણો આજનો લૅટ્સ ભાવ

એક કિલો ચાંદીની કિંમત 2,177 રૂપિયા ઘટીને 2.50 લાખ રૂપિયા પર આવી ગઈ છે. 
 
વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જાણો આજનો લૅટ્સ ભાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 2,177 રૂપિયા ઘટીને 2.50 લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા મંગળવારે તેની કિંમત 2.52 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી.

જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 143 રૂપિયા ઘટીને 1.55 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા 17 માર્ચે સોનું 1.56 લાખ રૂપિયા પ્રતિ 10g હતું. અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સોનું ત્રણ દિવસમાં 4,778 અને ચાંદી 18,138 સસ્તી થઈ છે.

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સોનું છેલ્લા 19 દિવસમાં 3,572 અને ચાંદી 16,537 સસ્તી થઈ છે. આ પહેલા 27 માર્ચે સોનું 1.59 લાખ અને ચાંદી 2.67 લાખ પર હતી. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે રોકાણકારો મેટલ વેચીને રોકડ બચાવી રહ્યા છે.