વેપાર@દેશ: સોના—ચાંદીના ભાવમાં ધમધમતો વધારો, જાણો આજનો નવો ભાવ
એક કિલો ચાંદીની કિંમત 7,725 રૂપિયા વધીને 2,44,788 રૂપિયા થઈ ગઈ છે.
Jan 6, 2026, 12:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના—ચાંદીના ભાવમાં ધમધમતો વધારો થયો છે. આજે ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર એક કિલો ચાંદીની કિંમત 7,725 રૂપિયા વધીને 2,44,788 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા તેની કિંમત 2,37,063 રૂપિયા પ્રતિ કિલો હતી.
જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 741 રૂપિયા વધીને 1,36,909 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તે 1,36,168 રૂપિયા પર હતો. સોનું 29 ડિસેમ્બર 2025ના રોજ 1,38,161 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું.

