વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો, જાણો આજનો નવો ભાવ

સોનું ₹5 હજાર મોંઘું, ₹1.59 લાખ પર પહોંચ્યું:ચાંદી ₹24,802 વધીને ₹3.42 લાખ/કિલો પહોંચી
 
વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો, જાણો આજનો નવો ભાવ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ આજે  અત્યાર સુધીના તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4,717 રૂપિયા વધીને 1,59,027 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલા તે 1,54,310 રૂપિયા/10g પર હતો.

જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 24,802 રૂપિયા વધીને 3,42,507 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલા તેની કિંમત 3,17,705 રૂપિયા પ્રતિ કિલો હતી. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 27 દિવસમાં જ તે 1.12 લાખ રૂપિયા મોંઘી થઈ ચૂકી છે.