વેપાર@દેશ: સેન્સેક્સ 1124 અંક ઘટ્યો અને નિફ્ટીમાં 360 પોઈન્ટનો ઘટાડો

બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શેર માર્કેટમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 1124 અંક એટલે કે 1.52%ના ઘટાડા સાથે 72,772 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટીમાં 360 અંક એટલે કે 1.56%નો ઘટાડો રહ્યો અને તે 22,780 પર બંધ થયો. બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી.

બજારમાં ઘટાડાનું કારણ વેચવાલી રહી. તેના કારણે રોકાણકારોની સંપત્તિ ₹7 લાખ કરોડથી વધુ ઘટી ગઈ. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ₹482 લાખ કરોડ હતું, જે આજે ઘટીને ₹475 લાખ કરોડ રહી ગયું.