વેપાર@દેશ: શેરબજારમાં ઘટાડો; સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટીને 85,642 પર બંધ અને નિફ્ટીમાં 27 પોઈન્ટનો ગગડ્યો
આજે FMCG, ફાર્મા અને ફાઇનાન્સ શેરોમાં ઘટાડો રહ્યો.
Dec 1, 2025, 17:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટીને 85,642 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 26,176 પર બંધ થયો.
આ પહેલા શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સે 86,159 અને નિફ્ટીએ 26,325નો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઘટાડો જોવા મળ્યો. આજે FMCG, ફાર્મા અને ફાઇનાન્સ શેરોમાં ઘટાડો રહ્યો. જ્યારે ઓટો અને IT શેરોમાં વધારો જોવા મળ્યો.

