વેપાર@દિલ્હી: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો જોવા મળ્યો, કેટલું મોંઘુ થયું ?

સોનું ₹2,340 વધીને ₹1.37 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, ચાંદી ₹8,258 મોંઘી થઈ
 
વેપાર@દિલ્હી: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો જોવા મળ્યો, કેટલું મોંઘુ થયું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના–ચાંદીના ભાવમાં ક્યારેક વધારો તો, ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે. આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ધમધમતો વધારો જોવા મળ્યો. સોનું 2,340 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1,37,122 રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 2 જાન્યુઆરી, શુક્રવારે 1,34,782 રૂપિયા પર હતું.

જ્યારે ચાંદી 2,34,550 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2,42,808 રૂપિયા પર પહોંચી ગઈ છે. એટલે કે તેની કિંમતમાં 8,258 રૂપિયાનો વધારો થયો છે.