વેપાર@દેશ: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો

એક કિલો ચાંદી ₹6,138 ઘટીને ₹2.55 લાખ પર આવી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, એક કિલો ચાંદી ₹6,138 ઘટીને ₹2.55 લાખ પર આવી ગઈ છે, જે ગુરુવારે ₹2.61 લાખ પર હતી.

જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1,896 ઘટીને ₹1.54 લાખ પર આવી ગયું છે. આ પહેલા 4 જૂને તે ₹1.66 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 127 દિવસમાં ₹21,931 અને ચાંદી ₹1,30,983 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું ₹1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹3.86 લાખ/કિલો હતી.