વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ

10 ગ્રામ 24 કેરેટ સોનું 3 હજાર રૂપિયા ઘટીને ₹1.60 લાખ પર આવી ગયું છે. 
 
વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સોના–ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 5 માર્ચે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 3 હજાર રૂપિયા ઘટીને ₹1.60 લાખ પર આવી ગયું છે. આ પહેલા તેની કિંમત 1.63 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સોનું 2 દિવસમાં 7 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે.

એક કિલો ચાંદી 13 હજાર રૂપિયા ઘટીને ₹2.58 લાખ પર આવી ગઈ છે. આ પહેલા તેની કિંમત ₹2.71 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી. આ બે દિવસમાં 32 હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ છે. સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો પ્રોફિટ બુકિંગને કારણે આવ્યો છે.