વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો, જાણો આજનો લૅટ્સ ભાવ
10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 571 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે.
May 27, 2026, 13:30 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા પર આવી ગઈ છે.
10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 571 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે. ચાંદીની કિંમત 2 દિવસમાં 9 હજાર અને 1,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
સોનામાં આ વર્ષની શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં નફાખોરી અને વૈશ્વિક કારણોસર તેમાં ઘટાડો આવ્યો છે.

