વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો આજનો લૅટ્સ ભાવ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો વધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ વાયદા બજાર એટલે કે MCX પર સોનું 10 હજાર અને ચાંદી 18 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
10 ગ્રામ સોનાનો ભાવ 1.63 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.97 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.
સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી.

