વેપાર@દેશ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈને ₹99.51 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ડીઝલ 91 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. તેના ભાવ ₹92.49 પર પહોંચી ગયા છે. અમદાવાદમાં પેટ્રોલ 99.07 અને ડીઝલ 94.99 રૂપિયા પ્રતિ લિટર થયું.
દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં 1 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં CNG હવે 81.09 રૂપિયા પ્રતિ કિલો મળશે. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો વધારો છે. આ પહેલા સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયા અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો હતો.
ઈંધણની કિંમતોમાં 9 દિવસમાં આ ત્રીજો વધારો છે. 4 દિવસ પહેલા 19 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, 15 મેના રોજ પણ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.

