વેપાર@દેશ: ચાંદી ઓલ ટાઈમ હાઇથી 2.26 લાખ રૂપિયા સસ્તી, સોનાનો ભાવ કેટલો ?

 આજે ફરી એકવાર સોનું-ચાંદી સસ્તું થઈ ગયું છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ કોમ, ડેસ્ક 

આજે ફરી એકવાર સોનું-ચાંદી સસ્તું થઈ ગયું છે. એક તરફ જ્યાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીનો ભાવ 2,200 રૂપિયાથી વધુ ઘટી ગયો છે અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે તેના ઓલટાઈમ હાઇથી 2,26,000 રૂપિયાથી વધુ ઘટી ગયો છે, તો બીજી તરફ સોનું પણ સસ્તું થયું છે.

સૌથી પહેલા વાત કરીએ ચાંદીની કિંમતમાં આવેલા ઘટાડા વિશે, 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીની વાયદા કિંમત સોમવારે 1,95,793 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આજે ખુલતાની સાથે જ તે 2,238 રૂપિયા સસ્તી થઈને 1,93,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ.

ચાંદીની કિંમતમાં આ ઓક્ટોબર મહિનામાં એક-બે દિવસને બાદ કરતા મોટાભાગે ઘટાડો જ જોવા મળ્યો છે અને તેનો ભાવ ધડાકાભેર તૂટ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગત મહિનાના આખરી કારોબારી દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરે 1 કિલો વાયદા ચાંદીની કિંમત 2,23,706 રૂપિયા પર બંધ થઈ હતી અને 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં તે 30,151 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

ચાંદીની કિંમતના ઓલ ટાઈમ હાઇ સાથે વર્તમાન ભાવની તુલના કરીએ, તો તેનો ભાવ અડધાથી પણ ક્યાંય વધુ ઓછો થઈ ચૂક્યો છે. જાન્યુઆરી મહિનામાં પહેલીવાર ચાંદીની વાયદા કિંમત 4 લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને પાર કરી ગઈ હતી અને તેણે 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ થયો હતો. આ સ્તરથી ક્રેશ થઈને ચાંદી હવે 2,26,493 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

માત્ર ચાંદીની કિંમતમાં જ ઓક્ટોબર મહિનામાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી, પરંતુ કિંમતી સોનું પણ ક્રેશ થયું છે. સપ્ટેમ્બર મહિનાના આખરી કારોબારી દિવસે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,49,036 રૂપિયા પર ક્લોઝ થયો હતો અને મંગળવારે તેની કિંમત 1,42,581 રૂપિયા થઈ છે એટલે કે સોનું 6,455 રૂપિયા સસ્તું થયું છે.