વેપાર@દેશ: આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,906 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર, જાણો ચાંદી કેટલી હશે ?

એક કિલો ચાંદી 3,906 રૂપિયા વધીને 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે  સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,906 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા પર આવી ગયું. અગાઉ તેની કિંમત 10 ગ્રામ દીઠ 1.50 લાખ રૂપિયા હતી.

જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એક કિલો ચાંદી 3,906 રૂપિયા વધીને 2.44 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા 30 એપ્રિલે તેની કિંમત 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી.