વેપાર@દેશ: સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી, કેટલો વધારો થયો ?
સેન્સેક્સ 100 પોઈન્ટના વધારો
Updated: Jul 23, 2024, 10:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શેરબજારમાં તેજી અને મંદી જોવા મળતી હોય છે. કેટલીક વાર શેરના ભાવ વધી જતા હોય છે, તો કેટલીક વાર ઘટી જતા હોય છે. બજેટ પહેલા આજે એટલે કે 23મી જુલાઈએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 100 પોઈન્ટના વધારા સાથે 80,610ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 24,530ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં વધારો અને 10માં ઘટાડો જોવા મળી રહ્યો છે. IT, મીડિયા, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, NSEના તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. રેલવે, ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેર પર ફોકસ રહેશે કારણ કે બજેટમાં આને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે.