ગુનો@રાજસ્થાન: વિલાની સ્કીમ મૂકી અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

ત્રણ લોકો સામે 2.62 કરોડની ઠગાઇ મામલે ગુનો નોંધ્યો છે.
 
ગુનો@રાજકોટ: ગઈ નવરાત્રીમાં થયેલ અદાવતનો ખાર રાખી બે શખ્સએ યુવક પર પાઈપ વડે હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોલામાં રહેતા મીનોલ અમીન નારણપુરામાં લેડીકેર વુમન્સ હોસ્પિટલ એન્ડ ચાઈલ્ડ કેર નામની હોસ્પિટલ ધરાવે છે. તેઓના દીકરા ઈસાન અમીનના મિત્ર રૂષભ અગ્રવાલ થકી તેના પિતા ઘનશ્યામ અગ્રવાલે ઉદેપુર રાજસ્થાન ખાતે મેરાકી હિલ એન્ડ રિસોર્ટ ખાતે સ્કીમ મૂકી હોવાની જાણ થઈ હતી. જે અંગેની જાણ તેઓને થતાં તેઓએ પ્રહલાદનગર ઓફિસમાં મળવા ગયા હતા. જ્યાં પિતા-પુત્રને મળતા તેઓએ ઉદેપુર ખાતે મેરાકી હિલ એન્ડ રિસોર્ટ નામની સ્કીમમાં ડીલક્ષ વિલાના 75 લાખ, સુપર ડીલક્ષ વિલાના 80 લાખ, સુપર ડીલક્ષ વિલા પ્રીમિયમનાં 85 લાખ, પુલ વિલા 1.10 કરોડ, ગ્રાન્ડ સુટ 1.50 કરોડ અને પ્રેસિડેન્સિયલ સુટ 2.50 કરોડ, બંગ્લોઝ 6 કરોડ એમ અલગ અલગ રીતે રોકાણ કરવાની વાત કરી હતી.

ડો. મીનોલ અમીનને પ્રેસિડેન્સિયલ સુટની સ્કીમ પસંદ આવતા 2.20 કરોડમાં સોદો નક્કી કર્યો હતો અને વિલા તૈયાર થઈ જાય પછી દસ્તાવેજ કરી આપવાનું જણાવ્યું હતું અને વિલા ભાડે આપીને તેમાં નફો મળે તેમાં રેવન્યુ શેરીંગ કરી બાકીના રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી ફરિયાદીને વિશ્વાસ આવી જતા તેઓએ ટૂકડે ટૂકડે 87.50 લાખ ચૂકવ્યા હતા. ફરિયાદી રાજસ્થાન ખાતે ફરવા જતા ત્યારે સ્કીમની પણ મુલાકાત લેતા હતા, પરંતુ કામ ધીમી ગતિએ ચાલતુ હોવાથી તેઓ ઘનશ્યામ અગ્રવાલને જણાવતા તે 2 વર્ષમાં સ્કીમ પૂરી કરી નાખવાનો વિશ્વાસ અપાવતો હતો. જોકે, 2 વર્ષ બાદ પણ સ્કીમનું કામ પૂર્ણ થયું નહોતું. જેથી ફરિયાદીએ આપેલા પૈસા પરત માગતા ગલ્લાતલ્લાં કરવામાં આવતા હતા.

બાદમાં ઘનશ્યામ અગ્રવાલે ટૂકડે ટૂકડે આઠેક લાખ જ પરત કર્યા હતા. બાકીના રૂપિયા માટે ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોવાથી તપાસ કરતા ઘનશ્યામ અગ્રવાલ અને તેનો દીકરો રૂષભ અને તેનો પરિવાર ઓફિસ અને ઘર બંધ કરી ભાગી ગયા હતા. મીનોલ અમીનને 78.72 લાખ લેવાના બાકી નીકળતા હોવાથી તપાસ કરતા આરોપી પિતા-પુત્રએ અનેક લોકો પાસેથી પૈસા મેળવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. આરોપીઓએ સુધીર ઠાકર પાસેથી 26 લાખ, અંબર પટેલ પાસેથી 22 લાખ, રોશન શાહ તેમજ અતુલ વીંછી અને નરેન્દ્ર પાટીલે ભાગીદારીમાં આપેલા 27 લાખ, ગજાનંદ ભાવસારનાં 27 લાખ, મિતુલ પાલના પાસેથી 73 લાખ રૂપિયા લીધા હતા. આ મામલે અરજદારોએ ભેગા મળીને લેખીત અરજી કરી હતી. જેથી જી.ડી હોટેલ્સ એન્ડ રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિઓ તેમજ ઘનશ્યામ અગ્રવાલ અને રૂષભ અગ્રવાલ તમામે ભેગા મળીને 2.62 કરોડની છેતરપીંડી આચરતા આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.