સાવધાન@દેશ: રામ મંદિરના નામે વોટ્સએપ પર કોઈ મેસેજ આવે તો થઈ જાવ સાવધાન

આ કોઈ મેસેજ નથી પણ એક એપીકે ફાઇલ છે
 
સાવધાન@દેશ: રામ મંદિરના નામે વોટ્સએપ પર કોઈ મેસેજ આવે તો થઈ જાવ સાવધાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જ્યાં એક તરફ રામ ભક્તો દર્શન કરવા માટે આતુર છે, તો બીજી તરફ છેતરપિંડી કરનારાઓ પણ આ તકનો લાભ લેવામાં વ્યસ્ત છે. લોકોને વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી મેસેજ આવી રહ્યા છે જેમાં તેમને રામલલ્લાના VIP દર્શન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

આ કોઈ મેસેજ નથી પણ એક એપીકે ફાઇલ છે

22મી જાન્યુઆરી એ ખૂબ જ ખાસ દિવસ છે અને છેતરપિંડી કરનારાઓ આ દિવસે લોકોને VIP દર્શન કરાવવાની લાલચ આપી રહ્યા છે.

વોટ્સએપ પર ત્રણ મેસેજ આવી રહ્યા છે, પ્રથમ મેસેજમાં રામ જન્મભૂમિ ગૃહસંપર્ક અભિયાન એપીકે દેખાય છે. અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આ કોઈ મેસેજ નથી પણ એક એપીકે ફાઇલ છે, ભૂલથી પણ આ ફાઇલ પર ક્લિક કરવાની ભૂલ ન કરો.

બીજા મેસેજમાં તમને લખેલું દેખાશે, VIP એક્સેસ મેળવવા માટે રામ જન્મભૂમિ ગૃહ સંપર્ક અભિયાન ઇન્સ્ટોલ કરો. આ સિવાય ત્રીજા મેસેજમાં લખવામાં આવશે કે અભિનંદન, તમે નસીબદાર છો, તમને 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં દર્શન માટે VIP એક્સેસ મળે છે.