સાવધાન@દેશ: તહેવારોમાં બજારમાં મળે છે ભેળસેળવાળી બદામ, ખરીદતા પહેલા આ રીતે કરો ચેક

તેનો રંગ અસલી બદામ કરતાં વધુ ઘાટો હશે
 
 સાવધાન@દેશ: તહેવારોમાં બજારમાં મળે છે ભેળસેળવાળી બદામ, ખરીદતા પહેલા આ રીતે કરો ચેક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિવાળીના તેહવારોને શરુ થવામાં બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં ડ્રાયફુટ્સનું ખુબ જ વહેંચાણ થાય છે. ત્યારે તમે પણ સારા હેલ્થ માટે ઘરે લાવેલી બદામ નકલી તો નથી ને. અસલી અને નકલી બદામની ચકાસણી કઈ રીતે કરવી તેની ટિપ્સ આજે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. તો જાણો કઈ રીતે આ બદામની ચકાસણી કરશો.

આજકાલ બજારમાં ઉપલબ્ધ દરેક વસ્તુમાં ભેળસેળ છે.

આવી સ્થિતિમાં વસ્તુઓ ખૂબ સમજી વિચારીને ખરીદવી પડે છે. આજકાલ બદામમાં પણ ભેળસેળ આવવા લાગી છે અને તેને ઓળખવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે બદામને યોગ્ય રીતે ઓળખી શકશો. જો બદામને હાથમાં લીધા પછી તેનો આછો બ્રાઉન રંગ છોડવા લાગે છે, તો સમજો કે બદામ નકલી છે. જો તમે બદામને કાગળ પર રાખો છો અને જુઓ કે તે તેલ છોડે છે તો તેનો અર્થ એ કે તે નકલી છે.

આજકાલ બદામમાં પણ ભેળસેળ થવા લાગી છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે બદામને નકલી છે કે અસલી આ રીતે ઓળખી શકશો. નકલી બદામની પ્રથમ ઓળખ એ છે કે તેનો રંગ અસલી બદામ કરતાં વધુ ઘાટો હશે. અસલી બદામમાં છાલ આછા ભૂરા રંગની હોય છે.

જો નકલી બદામનું પેકિંગ પાર્દશક રીતે કરવામાં આવ્યું છે. તો તમને તેમા લાલ રંગના કણ જોવા મળશે.