સાવધાન@દેશ: વોટ્સએપ પર જુદી-જુદી રીતે થઇ છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું

પાર્ટ ટાઈમ જોબ ઓફર કરે છે
 
ઓટોમોબાઇલઃ 1લી ફેબ્રુઆરીથી નહીં કરી શકો WhatsApp યુઝ જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હાલમાં  છેતરપિંડીના બનાવો ખુબજ બની રહ્યા છે.પોલીસ અને સરકાર પણ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપે છે. પરંતુ ઠગ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે આ બધું હોવા છતાં તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવીને ફ્રોડ (Cyber  કરી રહ્યા છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના વિશાળ યુઝર બેઝને કારણે અનેક છેતરપિંડીની ઘટના સામે આવે છે.

આજકાલ આ સાયબર ફ્રોડ ઓનલાઈન ખૂબ જ એક્ટીવ બની ગયા છે. સ્કેમર્સ લોકોને ફોન કરીને પોતાને મિત્ર અથવા સંબંધી હોવાનો દંભ કરે છે અને રૂપિયાની છેતરપિંડી કરે છે. તેઓ વોટ્સએપ કોલ ઉપરાંત મેસેજ દ્વારા પાર્ટ ટાઈમ જોબ ઓફર કરે છે અને ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, સિક્યોરીટી ડીપોઝિટ વગેરેના નામે રૂપિયા પડાવે છે.

ફોન હેક 

આ ઉપરાંત ઘણી વખત લકી ડ્રોના નામે પણ ઈનામ તરીકે કોઈ મોંઘી વસ્તુ કે રોકડની લાલચ આપવામાં આવે છે. લોકો જ્યારે તેની જાળમાં ફસાઈ છે ત્યારે તેમની પાસેથી નાની રકમની માંગણી કરી ફ્રોડ કરે છે. ઘણી વખત સ્કેમર્સ ઈન્સ્ટન્ટ લોન આપવાના બહાને અંગત ડેટાની ચોરી કરે છે અને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. સાયબર અપરાધીઓ તમારો ફોન હેક કરીને પણ ફ્રોડ કરે છે.