રાજકારણ@દેશ: કેન્દ્ર સરકારે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી, જાણો વધુ વિગતે
આરીફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેઓ કેરળના પ્રથમ રાજ્યપાલ હતા.
Dec 25, 2024, 13:43 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અધિકારીઓની અવાર-નવાર બદલી કરવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આરીફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેઓ કેરળના પ્રથમ રાજ્યપાલ હતા.
ડો.હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજ્યના વર્તમાન રાજ્યપાલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.