બદલાવ@દેશ: ઈન્ડિયન ક્રિમિનલ લોમાં શું થશે મોટા ફેરફાર,જાણો સમગ્ર માહિતી

ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા. 
 
બદલાવ@દેશ: ઈન્ડિયન ક્રિમિનલ લોમાં શું થશે મોટા ફેરફાર,જાણો સમગ્ર માહિતી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભાની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે.કેટલાક બદલાવ લાવામાં આવ્યા છે.ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા. આ બિલ રજૂ કરતાં તેમણે ગૃહમાં કહ્યું હતું કે અંગ્રેજોના જમાનાના ફોજદારી કાયદા હવે બદલવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023નો સમાવેશ થાય છે.આ સિવાય હવે મોબ લિંચિંગ માટે નવો કાયદો બનાવવામાં આવશે.મોબ લિંચિંગના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ પણ કરશે. તેમજ રાજદ્રોહ કાયદો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે આજે હું જે ત્રણ બિલ એકસાથે લાવ્યો છું તેમાં ઈન્ડિયન પીનલ કો઼, ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઈન્ડિયન એવિડન્સ કોડ છે.આ સાથે જ સગીર સાથે બળાત્કાર કરનારને ફાંસીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં સજાને પ્રાથમિકતા આપવામાં આવી છે. વર્ષ 2027 પહેલા દેશની તમામ અદાલતો કોમ્પ્યુટરાઈઝ થઈ જશે. જ્યારે કોઈની ધરપકડ કરવામાં આવશે તો તેના પરિવારજનોને પહેલા જાણ કરવામાં આવશે.

હવે ઈન્ડિનય ક્રિમિનલ લોમાં થશે મોટા ફેરફારો

મોદી સરકાર તરફથી ઈન્ડિયન ક્રિમિનલ લોમાં ઘણા મોટા ફેરફારો કરવાની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. તેનાથી દેશને ગુલામીના તમામ જૂના નિશાનિઓથી છૂટકારો મળશે.

નવી સીઆરપીસીમાં 356 ધારાઓ હશે, જ્યારે અગાઉ તેમાં કુલ 511 ધારાઓ હતી.
7 વર્ષથી વધુની સજાવાળા કેસમાં ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવશે.
દેશમાંથી ભાગી ગયેલા ગુનેગારોની ગેરહાજરીમાં કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ દોષિત પુરવાર થવાની જોગવાઈ.
હવે કોર્ટે સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસ બાદ કોઈપણ કેસમાં ચુકાદો સંભળાવવો પડશે.
સર્ચ જપ્તીને લઈ હવે વીડિયો બનાવવો ફરજિયાત રહેશે.
ગુનો કોઈપણ વિસ્તારમાં થયો હોય પરંતુ ફરિયાજ દેશના કોઈપણ જગ્યાએ નોંધી શકાશે.
90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની રહેશે અને 180 દિવસમાં તપાસ પૂર્ણ થશે.
લવ જેહાદમાં કામ કરવા માટે પોતાની ઓળખ બદલીને જાતીય શોષણ કરનારાઓ માટે સજાની જોગવાઈ હશે.
સગીર છોકરીઓ સાથે સામૂહિક બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ રહેશે.
બાળકો અને મહિલાઓ સાથેના ગુનામાં 10 વર્ષ સુધીની સજા
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (IEA) 1872 ને ભારતીય પુરાવા અધિનિયમ 2023 દ્વારા બદલવામાં આવશે.