અપડેટ@હવામાન: પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં ઠંડી-વરસાદની આગાહી, જાણો શું છે પશ્ચિમી વિક્ષોભ ?

 
Havaman

અટલ સમાચાર, ડેસ્ક

પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થતાં હવામાનમાં બદલાવ આવવાની સંભાવના વધી ગઈ છે. 19થી 21 ફેબ્રુઆરી સુધી મધ્ય અને ઉચ્ચ પર્વતીય આઠ જિલ્લામાં વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, દિલ્હી-એનસીઆરના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં ત઼ડકો નીકળશે. જેના કારણે આવનારા દિવસોમાં તાપમાન વધશે. તો વળી અમુક પહાડી રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની આશા છે.

પશ્ચિમી વિક્ષોભમાં બદલાવ થવાના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 18 ફેબ્રુઆરીએ હળવાથી મધ્યમ વરસાદ થશે. ત્યાર બાદ 19થી 21 ફેબ્રુઆરી સુધી આ રાજ્યોમાં મધ્યમ વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. તો વળી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ છે. આ ઉપરાંત અંડમાન નિકોબારમાં આજથી આગામી 5 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.

તો વળી પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં 16થી 20 ફેબ્રુઆરીની વચ્ચે પાંચ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 30થી 31 ડિગ્રી રહી શકે છે. તો વળી 19-20 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં હળવા વાદળો છવાઈ શકે છે. સ્કાઈમેટ વેદરના રિપોર્ટ અનુસાર ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના મોટા ભાગના ભાગોમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે.

કેટલાય રાજ્યોમાં હવામાનમાં બદલાવ નહીં થાય

ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. તો વળી ઉત્તર-પશ્ચિમી મેદાની વિસ્તારમાં 20થી 30 કિમી પ્રતિ કલાકથી 40 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવાઓ ચાલી શકે છે.જેનાથી રાજધાની દિલ્હીની વાયુ ગુણવત્તામાં સુધાર થઈ શકે છે. તો વળી દેશના બાકીના ભાગમાં આગામી 5 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.

પશ્ચિમી વિક્ષોભ એટલે શું ? 

પશ્ચિમી વિક્ષોભ એટલે કે પશ્ચિમ દિશા તરફથી ઉભી થતી ગરબડ. જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને શિયાળામાં વધુ જોવા મળે છે. શિયાળાના આહલાદક હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળે, હવામાન વાદળછાયું બને અને સાથે સાથે ક્યારેક વરસાદી માહોલ ઊભો થાય તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે છે.