કોરોના@દેશઃ એક દિવસમાં 10,302 નવા કેસ સામે આવ્યા, 267 દર્દીઓના મોત થયા

હાલમાં દેશમાં 1 લાખ 24 હજાર 868 દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડાને મેળવીને કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 44 લાખ 99 હજાર  925 પર પહોંચી ગઈ છે.
 
file photo
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાની રસીના શુક્રવાર સુધીમાં 115.73 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે.

અટલ સમાચાર, ડેસ્ક

24 કલાકમાં દેશમાં 10,302 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 267 દર્દીઓના મોત થયા છે. હાલમાં દેશમાં 1 લાખ 24 હજાર 868 દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડાને મેળવીને કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 44 લાખ 99 હજાર  925 પર પહોંચી ગઈ છે. ત્યારે અત્યાર સુધી 4 લાખ 65 હજાર 349 દર્દીના જીવ ગયા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 906 નવા મામલા સામે આવ્યા અને 15 લોકોના મોત થયા છે. જેમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 66, 28, 744 થઈ ગઈ છે અને મરનારાની કુલ સંખ્યા 1, 40, 707 થઈ ચૂકી છે. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આપી. રાજ્યમાં ગુરુવારની સરખામણીમાં કોરોનાના નવા મામલા સંક્રમણથી મરનારા લોકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ગુરુવારે 963 નવા મામલા સામે આવ્યા હતા અને 24 લોકોના મોત થયા હતા.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાની રસીના શુક્રવાર સુધીમાં 115.73 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સાંજે રાત વાગ્યા સુધીમાં 46 લાખથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન, પ્રથમ ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી લગાવવાની સાથે 16 જાન્યુઆરીની શરુઆત હતી.