દેશઃ OBCની જેમ સામાન્ય વર્ગના ગરીબોને વયમર્યાદામાં છુટ આપવા સરકારની વિચારણા

અટલ સમાચાર, ડેસ્ક સામાન્ય વર્ગમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તેમને પણ ઓબીસીની જેમ જ નોકરીઓમાં અધિકત્તમ વય મર્યાદામાં છૂટ મળી શકે છે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રાલયે આ અંગે એક પત્ર લખ્યો છે. જણાવી દઇએ કે સરકારી નોકરીમાં ભરતીમાં ઓબીસીને વયમર્યાદામાં ત્રણ વર્ષ અને એસસી-એસટી અરજદારોને 5 વર્ષની છૂટ મળે છે. સામાજીક
 
દેશઃ OBCની જેમ સામાન્ય વર્ગના ગરીબોને વયમર્યાદામાં છુટ આપવા સરકારની વિચારણા

અટલ સમાચાર, ડેસ્ક

સામાન્ય વર્ગમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તેમને પણ ઓબીસીની જેમ જ નોકરીઓમાં અધિકત્તમ વય મર્યાદામાં છૂટ મળી શકે છે. કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રાલયે આ અંગે એક પત્ર લખ્યો છે. જણાવી દઇએ કે સરકારી નોકરીમાં ભરતીમાં ઓબીસીને વયમર્યાદામાં ત્રણ વર્ષ અને એસસી-એસટી અરજદારોને 5 વર્ષની છૂટ મળે છે. સામાજીક ન્યાય અને અધિકારીના પ્રધાન થાવર ચંદ ગેહલોતે લોક ફરિયાદ અને પેન્શન વિભાગના રાજયકક્ષાના પ્રધાન ડોકટર જીતેન્દ્રસિંહને લખેલા આ પત્રમાં કહેવાયું છે કે સરકારી ભરતીઓમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા અરજદારોને વય મર્યાદામાં છુટ આપવા માટેની અરજીઓ ઘણા લોકો પાસેથી મળી છે.

બધા સંબંધિત પ્રાધિકારીઓને આ અંગે તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવે. નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં અનામત વર્ગના ઉમેદવારોને માર્કમાં પણ છૂટછાટ આપવામાં આવે છે. પણ ઇડબલ્યુએસ અનામતમાં આવી કોઇ જોગવાઇ નથી. જોકે સામાજીક ન્યાય મંત્રાલયે અત્યારે ફકત વયમર્યાદાનો મુદ્દો જ લીધો છે. લોક ફરિયાદ મંત્રાલય આ અંગે પણ વિચાર કરી શકે છે. અન્ય વર્ગના અનામતમાં આવી સુવિધા અપાઇ છે. હાલ OBCને 3 વર્ષની ઉંમરમાં છુટ મળે છે જયારે અનુ.જાતિ અને જનજાતિના ઉમેદવારોને 5 વર્ષની ઉંમરમાં છુટ મળે છે.