દેશઃ રેલવે મુસાફરો માટે એક અત્યંત મહત્વના સમાચાર, 1લી ડિસેમ્બરથી આ 12 ટ્રેન કેન્સલ થશે
file photo
શિયાળાની ઋતુમાં ટ્રેનોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી ટ્રેનો તો પોતાના સમય પર સ્ટેશને પણ નથી પહોંચી શકતી.

અટલ સમાચાર, ડેસ્ક


પશ્ચિમ રેલવેએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર કુલ 12 ટ્રેનોને કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. 1 ડિસેમ્બર 2021થી 28 ફેબ્રુઆરી 2022 સુધી અમુક ટ્રેનો રદ રહેશે. જો તમે ટ્રેનમાં મુસાફરીની યોજના બનાવી રહ્યા છો તો પહેલાં કેન્સલ થવાની ટ્રેનોનું લિસ્ટ અચૂક જોઈ લો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓપરેશનલ કારણોસર, પશ્ચિમ રેલવેની કેટલીક વિશેષ ટ્રેનો શિયાળાની ઋતુ એટલે કે 01/12/2021 થી 28/02/2022 સુધી રદ રહેશે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં ટ્રેનોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી ટ્રેનો તો પોતાના સમય પર સ્ટેશને પણ નથી પહોંચી શકતી. આવી સ્થિતિમાં, ટિકિટ લેતા પહેલા, તમારે ટ્રેનો વિશે વિગતવાર માહિતી મેળવી લેવી જોઈએ.’ ભારતીય રેલવે પાસે 600થી વધુ વિશેષ ટ્રેનો છે જે તહેવારોની સીઝન દરમ્યાન ચલાવવામાં આવી હતી જેથી કોરોના મહામારી દરમ્યાન ભીડને ટાળી શકાય. ઘણી ટ્રેનો દિવાળી અને છઠ્ઠ પૂજાને કારણે જ ચાલુ કરવામાં આવી હતી. ઘણી સ્પેશ્યલ ટ્રેનો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચે પણ શરુ કરવામાં આવી હતી.

https://www.facebook.com/569491246812298/


રેલવેએ એક ડિસેમ્બરથી નીચે મુજબની ટ્રેન કેન્સલ કરવાની જાહેરાત કરી છે.

-05068 બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વીકલી સ્પેશિયલ 3 ડિસેમ્બર, 2021થી 25 ફેબ્રુઆરી, 2022 સુધી દર શુક્રવારે રદ રહેશે.
-05067 ગોરખપુરથી બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ 1 ડિસેમ્બર, 2021 થી 23 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
-09017 બાંદ્રા ટર્મિનસથી હરિદ્વાર વીકલી સ્પેશિયલ 1 ડિસેમ્બર, 2021 થી 23 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
-09018 હરિદ્વારથી બાંદ્રા ટર્મિનસ ચાલતી વીકલી સ્પેશિયલ 2 ડિસેમ્બર, 2021થી 24 ફેબ્રુઆરી, 2022 સુધી દર ગુરુવારે રદ રહેશે.
-09403 અમદાવાદથી સુલતાનપુર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 7 ડિસેમ્બર, 2021થી 22 ફેબ્રુઆરી, 2022 સુધી દર મંગળવારે રદ રહેશે.
-09404 સુલતાનપુરથી અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 8મી ડિસેમ્બર, 2021થી 23મી ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
-09407 અમદાવાદથી વારાણસી સાપ્તાહિક વિશેષ ટ્રેન 2 ડિસેમ્બર 2021થી 24 ફેબ્રુઆરી 2022 સુધી દર ગુરુવારે રદ રહેશે.
-09408 વારાણસીથી અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 4 ડિસેમ્બર, 2021થી 26 ફેબ્રુઆરી, 2022 સુધી દર શનિવારે રદ રહેશે.
-09111 વલસાડથી હરિદ્વાર વીકલી સ્પેશ્યલ પણ 7 ડિસેમ્બર 2021થી 22 ફેબ્રુઆરી 2022 સુધી મંગળવારે રદ રહેશે.
-09112 હરિદ્વારથી વલસાડ વીકલી સ્પેશ્યલ 8 ડિસેમ્બર 2021થી 23 ફેબ્રુઆરી 2022 સુધી દર બુધવારે રદ રહેશે.
-04309 ઉજ્જૈનથી દહેરાદૂન દ્વિ-સાપ્તાહિક વિશેષ 2 ડિસેમ્બર, 2021થી 24 ફેબ્રુઆરી, 2022 સુધી દર બુધવાર અને ગુરુવારે રદ રહેશે.
-04310 દહેરાદૂનથી ઉજ્જૈન દ્વિ-સાપ્તાહિક વિશેષ 1લી ડિસેમ્બર, 2021થી 23મી ફેબ્રુઆરી, 2022 સુધી દર મંગળવાર અને બુધવારે રદ રહેશે.