બ્રેકિંગ@દેશ: કોવિડ હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી, WHOએ આપ્યું મોટું નિવેદન

 
Corona WHO

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વ આરોગ્ય સંસ્થાએ COVID-19 વૈશ્વિક આરોગ્ય કટોકટીનો અંત જાહેર કર્યો છે. એમ પણ કહ્યું કે. આનો અર્થ એ નથી કે કોવિડ-19 સમાપ્ત થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, 30 જાન્યુઆરી 2020ના રોજ WHOએ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી હતી.

WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસે કોવિડ-19 અને વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મીડિયા બ્રીફિંગને સંબોધિત કરતી વખતે આની જાહેરાત કરી હતી. બ્રિફિંગ દરમિયાન ટેડ્રોસે જણાવ્યું કે ગયા અઠવાડિયે દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હતું. વિશ્વભરમાં હજારો લોકો હજુ પણ ICUમાં તેમના જીવન માટે લડી રહ્યા છે.


WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું કે, ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી છે. મને કોવિડ-19ને વિશ્વમાં વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના દાયરાની બહાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી. મેં તેમની સલાહ સ્વીકારી છે.