ક્રિકેટ@દોહા: ભારત સામે પાકિસ્તાનની ઝડપી શરૂઆત, બંને કેપ્ટનોએ ટોસમાં હાથ ન મિલાવ્યા

ટોસ વિવાદ બાદ પાકિસ્તાનનું જોરદાર આક્રમણ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે રમાયેલા હાઇવોલ્ટેજ મુકાબલામાં શરૂઆતથી જ રોમાંચ જોવા મળ્યો હતો.પાકિસ્તાન A ના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ સમયે થોડો ડ્રામા પણ થયો હતો. શરૂઆતમાં ટોસનું પરિણામ ખોટું જાહેર થયું હતું, બાદમાં સુધારો કરીને પાકિસ્તાનને ટોસ વિજેતા જાહેર કરાયું હતું.

ટોસ બાદ બંને કેપ્ટનો તિલક વર્મા અને અબ્દુલ સમદે એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા, જેના કારણે ફરી એકવાર નો-હેન્ડશેક ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

બેટિંગમાં ઉતરેલા પાકિસ્તાન તરફથી ઓપનર શમિલ હુસૈન અને માઝ સદાકતે ઝડપી શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 28 બોલમાં ટીમનો 50 રનનો આંકડો પાર કરાવ્યો હતો. શમિલે આક્રમક બેટિંગ કરીને ભારતીય બોલર હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ પર દબાણ બનાવ્યું હતું.

ભારત A એ અગાઉની મેચમાં નેપાળને 306 રને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન A એ યુએઈને 61 રને હરાવ્યું હતું. તેથી બંને ટીમો જીતના લય સાથે આ મુકાબલામાં ઉતરી હતી.