રમત@ક્રિકેટ: ICC અંડર 19 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર,ભારત 14 જાન્યુઆરીએ પ્રથમ મેચ રમશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મેચ 14 જાન્યુઆરીએ કોલંબોમાં રમવામાં આવશે.આ ટૂર્નામેન્ટનું આયોજન કોલંબોના 5 વેન્યૂ પર કરવામાં આવ્યું છે. સાથે અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ મેચ 4 ફેબ્રુઆરીએ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં 41 મેચ રમવામાં આવશે.
શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે પડકાર
આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં મેજબાન શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે પડકાર બનશે. આ મેચ 13 જાન્યુઆરીએ રમવામાં આવશે. આ પહેલાં વર્ષ 2006માં શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 17 વર્ષ બાદ ફરી શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય ટીમનું શિડ્યૂલ
તારીખ | મેચ |
14 જાન્યુઆરી 2024 | ભારત VS બાંગ્લાદેશ |
18 જાન્યુઆરી 2024 | ભારત VS USA |
20 જાન્યુઆરી 2024 | ભારત VS આયરલેન્ડ |
શ્રીલંકાના આ મેદાન પર રમવામાં આવશે મેચ
- પી સારા ઓવર મેદાન
- કોલંબો ક્રિકેટ ક્લબ
- નોન્દેસ્ક્રિપ્ટ ક્રિકેટ ક્લબ
- સિંહલીજ સ્પોર્ટ્સ ક્લબ
- આર. પ્રેમદાસા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
ટીમ ઈન્ડિયા છે અંડર-19 વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમ ઈન્ડિયાએ ગત વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઈંગ્લેન્ડે ખિતાબી મેચમાં 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટના નુકસાને 195 રન બનાલી ફાઈનલ મેચ જીતી હતી. હવે એક વખત ફરી ભારતીય ટીમ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે. જો કે, એ જોવું દિલચસ્પ રહેશે કે, ભારતીય ટીમ પોતાના ખિતાબ બચાવ શકશે કે નહીં.