ક્રિકેટ@દેશ: ન્યૂઝીલેન્ડે પહેલી T20I મેચમાં ભારતને 226 રનનો ટાર્ગેટ આપ્યો

ટીમ તરફથી શ્રેયસ અય્યર અને નમન ધીર ક્રિઝ પર છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ન્યૂઝીલેન્ડે પહેલી T20I મેચમાં ભારતને 226 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 17.4 ઓવરમાં 202/5 છે. ટીમ તરફથી શ્રેયસ અય્યર અને નમન ધીર ક્રિઝ પર છે

ન્યૂઝીલેન્ડે T20 ઇન્ટરનેશનલમાં ભારત સામેના પોતાના સૌથી મોટા સ્કોરની બરાબરી કરી લીધી છે. કિવી ટીમે ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી સિરીઝની પહેલી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા.

ગ્લેન ફિલિપ્સે 40 બોલ પર નોટઆઉટ 82 રન બનાવ્યા. ભારત માટે મયંક યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ થયો.

ન્યૂઝીલેન્ડે આ વર્ષે જાન્યુઆરીમાં તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં ભારત સામે 225 રન બનાવ્યા હતા. આ ન્યૂઝીલેન્ડનો ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. આજે ન્યૂઝીલેન્ડે આ સ્કોરની બરાબરી કરી લીધી છે.