ક્રિકેટ@દેશ: રાજસ્થાન-મુંબઈ IPL મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે
મેચ પહેલા હાલ ગુવાહાટીમાં વરસાદ પડી રહ્યો છે.
Updated: Apr 7, 2026, 19:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે.
મેચ પહેલા હાલ ગુવાહાટીમાં વરસાદ પડી રહ્યો છે. એક દિવસ પહેલા કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ પણ અનિર્ણિત રહી હતી, જેના કારણે બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો.
મુંબઈ માટે સૌથી મોટી ચિંતા તેના કેપ્ટન હાર્દિક પંડ્યાની ફિટનેસ છે. તે ગત મેચ બીમારીના કારણે રમી શક્યો નહોતો. બીજી તરફ રાજસ્થાનની ટીમ પોતાની શરૂઆતી મેચની જીતથી મળેલા મોમેન્ટમને જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં રાજસ્થાન બીજા અને મુંબઈ છઠ્ઠા સ્થાને છે.

