ક્રિકેટ@દેશ: ભારતે માત્ર 24 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમાઈ રહી છે. મેચનો ત્રીજો દિવસ અને બીજો સેશન ચાલુ છે. ભારતનો સ્કોર 119/6 છે. ટીમ તરફથી વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.
નીતિશ રેડ્ડી 10, રિષભ પંત 7, ધ્રુવ જુરેલ 0, સાઈ સુદર્શન 15, યશસ્વી જયસ્વાલ 58 અને કેએલ રાહુલ 22 રન બનાવીને આઉટ થયા. સાઉથ આફ્રિકા માટે માર્કો યાન્સેને 3 વિતેટ લીધી. તો સાયમન હાર્મરે 2 વિકેટ લીધી. કેશવ મહારાજને એક વિકેટ મળી.
ભારતને ઇનિંગ્સમાં સારી શરૂઆત મળી હતી. ટીમની બીજી વિકેટ 95 રનના સ્કોર પર પડી. પરંતુ, આ પછી 7 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી. સાઉથ આફ્રિકાએ બરસાપારા સ્ટેડિયમમાં શનિવારે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. મેચના બીજા દિવસે રવિવારે ટીમ પહેલી ઇનિંગ્સમાં 489 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.

